Skip to main content

Saat Suro na pagle-pagle (Gujarati Sugam Geet)


સાત સુરોના પગલે-પગલે, પ્રીત પુરવની જાગી
આતમના હર તારે છેડ્યો રાગ રસિક વરણાગી

છુમ-છુમ પગલે ચલે પવન પૂર, બાંસુરિયા રસઘેલી
પળ પાથરણે જનમ-જનમની ઓળખ કરતી કેલી
મુગ્ધ સકલ બ્રહ્માંડે દીસતું આ જ સકલ અનુરાગી

નટખટ નેહ નીતરતો રસમય કેફે કામણગારો
ઝરણા જેવો નર્તન કરતો રગ-રગમાં રેલાશે
ઘેનીલ પંથે અઢળક કોષે લ્હાય લવકતી લાગી

મોર મુરકતા થનગન-થનગન રુદિય તાલે-તાલે
મન લોભાવન મહેક પીરસતી વેલ વરસતા વ્હાલે
ધીન્નક-ધીન્નક અવસર ઝીલવા તનમન છે બળભાગી

રચના: દિલીપ જોશી                                        સ્કેલ: C#
સ્વરાંકન: જય સેવક                                         તાલ: કેરવા (પેટર્ન)