Skip to main content

Posts

Showing posts with the label Gujarati

તરુવર શાખે ટહુંકા કરતો, મોરલીયો મારા મનને ગમતો

તરુવર શાખે ટહુંકા કરતો, મોરલીયો મારા મનને ગમતો એની ચાંચે ચૂંથાતો સાપ, મારું મનડું કરે વિલાપ  શ્યામ વર્ણા ભમરાનું મન મોહ્યું શ્વેત કમળમાં, કમળ ખોળે જઈને બેઠો મદમાતો ઘણો મનમાં  સાંજ વેળાએ કમળ બીડાતું, ભમરાને મન કાઈ ન થાતું મુંજાઈ મરતો માય, આ માયા સૌને ખાય  નદી નીરે પ્રતિબિબમાં નિજ શીંગે મનડું મોહ્યું  રાની શ્વાનથી બચવા સાબર ઊછળ કૂદતું દોડ્યું  ઝાળી જાળે શીંગ જલાતું, શ્વાન મુખે એ ખુબ પીડાતું  કરતુ ઘણો પોકાર, આ તો મોહની છે માયાજાળ રચના અને સ્વરાંકન: ગોવિંદ મકવાણા

Palnu Palash Ful (Gujarati Sugam Geet)

પલનું પલાશ ફૂલ, એના રૂડા રંગ ને કેશર મન મારું મશગુલ ભાવિની નહિ ભાળ કે નહિ અતીતની કોઈ છાય કાળનો કાળો ભમરો ભમી, આજના ગીતો ગાય અહીની ભૂમિ મન મારા ને, લાગતી રે ગોકુલ તરસ નહિ પ્રાણ આ મારે તૃપ્તિ કેરો ઘૂંટ મોકળા મને મ્હાલતા મળે, એ જ મારે લખલૂટ સઘળાનું છે મૂળ મારે મન, હેમ હોય કે ધૂળ રચના: સુરેશ દલાલ                                                       સ્વરાંકન: અરુણકાન્ત સેવક                                               સ્કેલ:  C# તાલ: રૂપક

Saat Suro na pagle-pagle (Gujarati Sugam Geet)

સાત સુરોના પગલે-પગલે, પ્રીત પુરવની જાગી આતમના હર તારે છેડ્યો રાગ રસિક વરણાગી છુમ-છુમ પગલે ચલે પવન પૂર, બાંસુરિયા રસઘેલી પળ પાથરણે જનમ-જનમની ઓળખ કરતી કેલી મુગ્ધ સકલ બ્રહ્માંડે દીસતું આ જ સકલ અનુરાગી નટખટ નેહ નીતરતો રસમય કેફે કામણગારો ઝરણા જેવો નર્તન કરતો રગ-રગમાં રેલાશે ઘેનીલ પંથે અઢળક કોષે લ્હાય લવકતી લાગી મોર મુરકતા થનગન-થનગન રુદિય તાલે-તાલે મન લોભાવન મહેક પીરસતી વેલ વરસતા વ્હાલે ધીન્નક-ધીન્નક અવસર ઝીલવા તનમન છે બળભાગી રચના: દિલીપ જોશી                                         સ્કેલ: C# સ્વરાંકન: જય સેવક                                           તાલ: કેરવા (પેટર્ન) ...

Badal barse sawan barse (Gujarati sugam geet)

બાદલ બરસે સાવન બરસે તોયે અમારી કેમ નિરંતર, આંખલડી આ તરસે ચાતક મોર પપીહા બોલે, અંતર પટના દ્વારો ખોલે, સકલ સૃષ્ટિ નાચત ગાવત હૈ, યાદ તિહારી જીયારો ડોલે સાથ તમે હો તો ઉત્સવ થાતો, થાય સમય મદમાતો ગાતો શ્રાવણની રસ રેલામછેલે, પ્રેમ પદારથ છલકી જાતો પુષ્પ ખીલેલા નયન બીડેલા, હોય હૃદય શાને તરસેલા, આપ અગર હો આંગણિયે તો, તન-મન પણ થઇ જાયે ઘેલા   રચના: દિલીપ જોશી                                         સ્કેલ: C# or D# સ્વરાંકન: જય સેવક                                         તાલ: કેરવા (પેટર્ન)  

Gujarati folk dance presentation by secondary Students on annual day 2019

Gujarati folk dance presentation by secondary Students on annual day 2019

Gujarati folk song Ranglo with Duha & Chhand

Gujarati folk song Ranglo with Duha & Chhand Presented by Govind Makwana from Tansen Group in the morning assembly of 21 days In-service course for Music Teacher. 25 July to 14 August 2012 KVS ZIET Mysore Lyrics in Hindi दुहो: हे काठियावाड़ मा कोक दी, तू भूलो पड़ भगवन, तारा एवा करू सन्मान, हे तारु स्वाग भुलावु शामला छंद: हे अषाढ़ उच्चारम मेघ मल्हारम, बनी बहारम जलधारम दादुर दकारम मयूर पुकारम, ताडिता तारम विस्तारं, ना लही सभारम प्यास अपरं, नन्द कुमारं निरख्यारी कहे राधे प्यारी मैं बलिहारी, गोकुल आवो गिरिधारी लोकगीत: हे रंगलो जाम्यो कालिंदी ने घाट, छोगाला तारा ओ रे छबीला तारा ओ रे रंगीला तारा रंग्भेरू जुवे तारी वाट रंगलो हे रंग रसिया तारो राहड़ो मांडी ने गाम ने छेवाले बेठा गोकुलनी गोपिओ ए तारी साटू थई काम बधा मेल्या हेठा हे तने बोलावे यशोदा मात छोगाला तारा ओ रे छबीला तारा ओ रे रंगीला तारा रंग्भेरू जुवे तारी वाट रंगलो छंद: हे डमक डमक दादुर रव दहेकत, गहेकत मोर मल्हार गिरा, तव पियु पियु शब्द पुकारत चातक, टिहू टिहू कोकिल कंठ गिरा घनन घनन नभ होत घनाका, घननन ग...