બાદલ બરસે સાવન
બરસે
તોયે અમારી કેમ
નિરંતર, આંખલડી આ તરસે
ચાતક મોર પપીહા
બોલે, અંતર પટના દ્વારો ખોલે,
સકલ સૃષ્ટિ નાચત
ગાવત હૈ, યાદ તિહારી જીયારો ડોલે
સાથ તમે હો તો
ઉત્સવ થાતો, થાય સમય મદમાતો ગાતો
શ્રાવણની રસ
રેલામછેલે, પ્રેમ પદારથ છલકી જાતો
પુષ્પ ખીલેલા નયન
બીડેલા, હોય હૃદય શાને તરસેલા,
આપ અગર હો આંગણિયે
તો, તન-મન પણ થઇ જાયે ઘેલા
રચના: દિલીપ જોશી સ્કેલ: C# or D#
સ્વરાંકન: જય સેવક તાલ: કેરવા
(પેટર્ન)