તરુવર શાખે ટહુંકા કરતો, મોરલીયો મારા મનને ગમતો
એની ચાંચે ચૂંથાતો સાપ, મારું મનડું કરે વિલાપ
શ્યામ વર્ણા ભમરાનું મન મોહ્યું શ્વેત કમળમાં,
કમળ ખોળે જઈને બેઠો મદમાતો ઘણો મનમાં
સાંજ વેળાએ કમળ બીડાતું, ભમરાને મન કાઈ ન થાતું
મુંજાઈ મરતો માય, આ માયા સૌને ખાય
નદી નીરે પ્રતિબિબમાં નિજ શીંગે મનડું મોહ્યું
રાની શ્વાનથી બચવા સાબર ઊછળ કૂદતું દોડ્યું
ઝાળી જાળે શીંગ જલાતું, શ્વાન મુખે એ ખુબ પીડાતું
કરતુ ઘણો પોકાર, આ તો મોહની છે માયાજાળ
રચના અને સ્વરાંકન: ગોવિંદ મકવાણા
રચના અને સ્વરાંકન: ગોવિંદ મકવાણા