Skip to main content

Posts

Palnu Palash Ful (Gujarati Sugam Geet)

પલનું પલાશ ફૂલ, એના રૂડા રંગ ને કેશર મન મારું મશગુલ ભાવિની નહિ ભાળ કે નહિ અતીતની કોઈ છાય કાળનો કાળો ભમરો ભમી, આજના ગીતો ગાય અહીની ભૂમિ મન મારા ને, લાગતી રે ગોકુલ તરસ નહિ પ્રાણ આ મારે તૃપ્તિ કેરો ઘૂંટ મોકળા મને મ્હાલતા મળે, એ જ મારે લખલૂટ સઘળાનું છે મૂળ મારે મન, હેમ હોય કે ધૂળ રચના: સુરેશ દલાલ                                                       સ્વરાંકન: અરુણકાન્ત સેવક                                               સ્કેલ:  C# તાલ: રૂપક